2018 થી અવિરત પણે ચાલી આવતી આરાસુરી અંબાજીમાતા ની રાત્રી પૂજા!
RatriPooja Online Form
2018 થી શરૂ કરી અવિરત પણે ચાલી આવતી આરાસુરી અંબાજીમાતા ની રાત્રી પૂજામાં...... 1. રાત્રી પૂજાના સમગ્ર સમયગાળા દરમ્યાન શ્રી અંબાજીમાતાના પરિસરમાં શાંતિ તેમજ ભક્તિભાવપૂર્વકનો માહોલ બને છે. 2. રાત્રી પૂજા કરનાર દરેક શ્રધ્ધાળુ માઈભક્તો માથાના વાળ ધોઈ (માથાબોળ) સ્નાન કરે છે અને ત્યાર બાદ માથામાં તેલ નાખતા નથી. 3. રાત્રી પૂજા કરનાર દરેક શ્રધ્ધાળુ માઈભક્તો રેશ્મી વસ્ત્રો જ ધારણ કરે છે. પુરુષો ફક્ત સિલાઇ કર્યા વગરનું જ પિત્તાંબર પહેરે છે – ઉપવસ્ત્ર પહેરતા નથી. માતા તથા બહેનો પણ આંતર વસ્ત્રો (અન્ડર ગારમેન્ટસ) પરિધાન કરતા નથી, રેશ્મી વસ્ત્રો જ પરિધાન કરે છે. બાળાઓ પણ રેશ્મી ચણીયાચોળી પહેરે છે. પંજાબી ડ્રેસ કે કોઈ અન્ય પ્રકારના વસ્ત્રો પરિધાન કરવા નિષેધ હોય છે. કાળા રંગનાં વસ્ત્રો પહેરવામાં નથી આવતા. 4. રાત્રી પૂજા કરનાર દરેક શ્રધ્ધાળુ માઈભક્તો સંપૂર્ણ દિવસનો ફરજીયાત ઉપવાસ રાખે છે, ફળફળાદી, ચા, કોફી, દૂધ વગેરે લઈ શકે છે. 5. રાત્રી પૂજા કરનાર દરેક શ્રધ્ધાળુ માઈભક્તોને પૂજન સામગ્રી ગર્ભગૃહમાં સંસ્થા દ્વારા આપવામાં આવે છે. કોઈને પણ શ્રીફળ, કંકુ, ચોખા, ચંદન, દીવો, અગરબત્તી સાથે ગર્ભગૃહમાં પ્રવેશ મળવાપાત્ર નથી હોતો. 6. પ્રસાદમાં ફક્ત સુકો મેવો, પેંડા, બરફી કે સાકરનો જ ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદ ધરાવવા સ્ટીલના વાસણ સાથે ગર્ભગૃહ માં પ્રવેશ નિષેધ હોય છે. 7. પૂજા માટે ન્હાઇને રેશ્મી વસ્ત્રો પહેરી તૈયાર થઈ દરેક શ્રધ્ધાળુ માઈભક્તો સાંજે ૮.૦૦ વાગે પૂજા સ્થળે હાજર રહે છે. 8. રાત્રી પૂજા રાત્રે ૯.૦૦ વાગે અંબજી મંદિરમાં શરૂ થાય છે અને માતાજીનો થાળ રાત્રે ૧૧.૩૦ વાગે થાય છે. આ બે કલાકના સમયગાળા દરમિયાન શાંતિ અને શ્રધ્ધા થી માતાજીની ભક્તિ થાય છે અને ઉપસ્થિત રહેલ સ્વયંસેવકોને તેમને સોંપેલ કાર્યમાં ખૂબક શ્રધ્ધા ભાવ થી કરે છે. 9. માતાજીના થાળ ધરાવવાના સમય દરમ્યાન શક્રાદય સ્તુતિ, દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર, થાળ અને ત્યાર બાદ આરતી થાય છે. 10. અંબાજીમાતાના પરિસરમાં કેમેરા કે મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે. રાત્રી પૂજા દરમ્યામ કોઈ પણ શ્રધ્ધાળુ માઈભક્તોએ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં લઈને માતાના પરિસરમાં, ચાચર ચોકમાં કે અન્ય કોઈ જગ્યાએ આમતેમ ફરવાની મનાઈ હોય છે. 11. રાત્રે ૧૨.૧૫ વાગે થાળનો પ્રસાદ થાય છે. પ્રસાદ ગ્રહણ કરતા પહેલા દરેક શ્રધ્ધાળુ માઈભક્તો દ્વાર રેશ્મી વસ્ત્રો બદલી લેવામાં આવે છે. 12. ફરાળનો સમય બપોરે ૧.૦૦ થી ૨.૦૦ સુધીનો હોય છે. 13. રાત્રી પૂજા કરનાર દરેક શ્રધ્ધાળુ માઈભક્તો દ્વારા કોઈપણ નિયમનો ભંગ થશે કે કોઈ અનઈચ્છનિય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી રાત્રી પૂજા કરનાર શ્રધ્ધાળુ માઈભક્ત/માઈભક્તોની રહેતી હોય છે – રાત્રી પૂજા કરાવનાર સંસ્થા કોઈપણ સંજોગોમાં જવાબદાર રહેતી નહી . 14. રાત્રી પૂજામાં ભરેલ નાણાં કોઈપણ કારણોસર રાત્રી પૂજામાં હાજર નહી રહેનારને પરત મળવા પાત્ર નથી હોતા. 15. રાત્રી પૂજામાં આવેલ/સાથે લાવેલ શ્રધ્ધાળુ માઈભક્તો નાગર હોય તો અને તો જ રાત્રી પૂજા માટેનો તેમનો અધિકાર રહેતો હોય છે. 16. પાંચ વર્ષ કે તેનાથી નાના બાળકો માટે રાત્રી પૂજા નો કોઈ ચાર્જ સંસ્થા દ્વારા લેવામાં આવતો નથી. તેમ છતાં નાના બાળકો માટે રેશ્મી વસ્ત્રો પહેરવા ફરજીયાત હોય છે અને રજીસ્ટ્રેશન માટે ફોટો તથા આધાર કાર્ડની ફોટોકોપી સાથે રાખવી અનિવાર્ય હોય છે. 17. મંદિરમાં કે રાત્રી પૂજાના સ્થાનમાં વ્યવસ્થાપકોને અયોગ્ય લાગે તેવુ વર્તન કરનારને રાત્રી પૂજામાં હાજર રહેવાનો હક્ક રહેતો નહીં અને ભરેલ નાણાં પણ પરત મળતા નથી. 21. ઉપરોક્ત નિયમો કે કાર્યક્રમમાં વખતોવખત ફેરફાર કરવાની સત્તા આ સંસ્થાની હોય છે જે સૌને માન્ય રાખવાની હોય છે. ઉપર્યુક્ત સૂચનો/નિયમો ને દરેક શ્રધ્ધાળુ માઈભક્તો ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપી બંધાય છે.
હોદ્દેદારો
વિગતવાર માહિતી માટે રાહ જુવો..............................
__________ __________ __________ :
પ્રમુખ
__________ __________ __________
મંત્રી
__________ __________ __________
વેબસાઈટ સંચાલક
__________ __________ __________
The best team in the world..... ટ્રસ્ટના પાયાના કાર્યકર્તાઓ.......વિષે......
વિગતવાર માહિતી માટે રાહ જુવો..............................
સંપર્ક:
સંસ્થાને અનુદાન આપવા "PAY NOW" બટન ઉપર ક્લિક કરો....
Jurisdiction @ Visnagar
Copyright:- https://hatkeshwar.com
Powered by:- Hatkeshwar Dada's Team